માનવ ગરીમા યોજના: 2023-24 (ટુલકિટસ)

 • યોજનાનો હેતુ:

👉નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાયાણની કચેરી દ્વારા ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને  સાધનો/ ટુલકિટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જુદા-જુદા ધંધાઓ/ વ્યવસાયો માટે સાધનો/ટુલકીટ્સ આપવામાં આવે છે. 
અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા સિવાય સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સરકાર તરફથી દર વર્ષે  સહાય આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે

આવક મર્યાદા:
 • અરજદારની વાર્ષીક આવક 600000 કે  ( છ લાખ ) થી વધુ ન હોવી જોઈએ 
 •  અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના અરજદારોને આવક મર્યાદા લાગુ પડશે નહી. 

સહાય કોને મળવા પાત્ર છે. 

 *અરજદારની ઉંંમર 18 વર્ષથી નીચી ન હોવી જોઇએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઇએ 
 * કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે. 
 *  અગાઉના વર્ષોમા અરજદાર કે તેઓના કુટુંબના સભ્યોએ આ કચેરી દ્વારા કે ગુજરાત રાજ્યની અન્ય કચેરી,          એજન્સી કે સંસ્થામાંથી આવી સમાન પ્રકારની સહાય/ લાભ મેળવેલ હોવો જોઇએ નહી. 
 *  કુલ 28 પ્રકારના સાધન સરકાર તરફથી વિનામુલ્ય આપવામાં આવે છે. 
  * સાધનો ખરીદવા માટે ૨૫૦૦૦/- રુપિયાની સહાય આપવામાં આવે છે. 


કયા સાધન મળવા પાત્ર છે

 • પ્લમ્બર મશીન
 • બ્યુટી પાર્લર સાધનો
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ 
 • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ ઓજારા
 • સુથારી મશીન 
 • ધોબી કામ
 • સાવરણી સુપડા બનાવનાર સાધન 
 • કુંભારી કામ 
 • સેન્‍ટીંગ કામ કરનાર
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ (પગરખા) 
 • દરજીકામ (સિલાઇ મશીન)
 • ભરતકામ (જરી કસાબ) 
 • વિવિધ પ્રકારની ફેરી કરનાર
 • દૂધ-દહી વેચનાર લોકો
 • માછીમાર 
 • હાથસાળ  કારીગર
 • અથાણા બનાવટ વાળા કારીગરો
 • ઠંડા પીણા,ગરમ, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ઘર ઘંટી 
 • મસાલા મીલ
 • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
 • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
 • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય
 • હેર કટીંગ (વાળંદ કામ) 
 • રસોઈકામ માટે પ્રેશર કુકરન કીટ 

👇રજુ કરવાના ડૉક્યુમેંંટ

👉આધાર કાર્ડ 
👉રેશન કાર્ડ 
👉અરજદારના રહેઠાણનો પુરાવો(વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ )
👉અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો 
👉તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો 
👉અભ્યાસનો પુરાવો 
👉વ્યાસલક્ષી તાલીમ લીધી હોય તેનો પુરાવો 
👉બાંહેધરી પત્રક 
👉અરજદારના ફોટો 
 👉 એકરારનામું 


 • ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

સૌ પ્રથમ ઇ-સમાજ કલ્યાણ વેબસાઇટ પર જઈ અરજદારનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.  ત્યાર બાદ  અરજી ફોર્મ ભરવાનું રહેશે 
આ અરજી ઓનલાઇન કરવાની રહેશે 
ડોકયુમેન્‍ટ હાર્ડકોપી માં આપવવા જરૂર નથી. 

         👉 ઓનલાઈન અરજી કરવા  -Click Here
         👉 આ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ માટે -Click Here 
           👉અન્ય યોજનાઓની માહિતી માટે - Click Here

Comments

Popular posts from this blog

બિપોર જોય વાવાઝોડુ કેસડોલ સહાય યોજના

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024/25